top_advertise_img

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.47ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં મામૂલી સુધારો

By The Journalists
એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.47ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં મામૂલી સુધારો

સોનાનો વાયદો રૂ.114 અને ચાંદીનો વાયદો રૂ.498 વધ્યોઃ બિનલોહ ધાતુઓ એકંદરે વધીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9008.43 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.70963.03 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4554.29 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 17935 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.79972.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9008.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.70963.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17935 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1098.5 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4554.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71918ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72065 અને નીચામાં રૂ.71870ના સ્તરને સ્પર્શી, રૂ.71927ના આગલા બંધ સામે રૂ.114 વધી રૂ.72041ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.33 વધી રૂ.58115ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.7064ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.84 વધી રૂ.71962ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.84478ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85137 અને નીચામાં રૂ.84478ના મથાળે અથડાઈ, રૂ.84450ના આગલા બંધ સામે રૂ.498 વધી રૂ.84948ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.471 વધી રૂ.84959ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.462 વધી રૂ.84970ના ભાવે બોલાયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2144.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.9.35 વધી રૂ.801.55ના ભાવ થયા હતા. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.35 વધી રૂ.263.65ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.3 વધી રૂ.225.3ના ભાવ થયા હતા. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.2.05 વધી રૂ.185.25ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2327.83 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5690ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5773 અને નીચામાં રૂ.5685ના સ્તરને સ્પર્શી, રૂ.5690ના આગલા બંધ સામે રૂ.47 વધી રૂ.5737ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.43 વધી રૂ.5735ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.1 વધી રૂ.192.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1 વધી રૂ.192.9ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.953.9ના ભાવે ખૂલી, 70 પૈસા વધી રૂ.956.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2579.71 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1974.57 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1340.91 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 211.10 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 57.34 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 535.52 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 881.76 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1446.07 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 3.65 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.65 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20576 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26352 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5603 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 111936 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 30824 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47553 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 151925 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 27877 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 42678 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17890 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 17935 પોઈન્ટના સ્તર અને નીચામાં 17890 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 76 પોઈન્ટ વધી 17935 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.14.3 વધી રૂ.74.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.5.45ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.35.5 વધી રૂ.745ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.51 વધી રૂ.1000ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.85 વધી રૂ.10.12ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.8 વધી રૂ.5.7ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.22.85 વધી રૂ.127.8ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.10.25ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.26.5 વધી રૂ.711ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.88 વધી રૂ.1624ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.19.2 ઘટી રૂ.50.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.6.85ના ભાવ થયા હતા.

સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.58 ઘટી રૂ.295.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.84000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.225 ઘટી રૂ.2860ના ભાવ થયા હતા. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.8.33 ઘટી રૂ.8.4ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.44 ઘટી રૂ.1.96ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.15 ઘટી રૂ.89.55ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.6.9ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.41.5 ઘટી રૂ.298.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.81000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.131 ઘટી રૂ.1502ના ભાવે બોલાયો હતો.

નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્તાહ' નું શરૂ કરશે

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

મુંબઈ
Sports
...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

More Local News To You

Make every story matter—get news that resonates with you through your ABC Account.

Trending In Business
Trending In Business

Stay Connected

top-ad-banner
For You
નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...

નેશનલ
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...

નેશનલ
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...