એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.357 અને ચાંદીમાં રૂ.663નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.8નો સુધારો

બિનલોહ ધાતુઓ એકંદરે ઢીલીઃ નેચરલ ગેસ પણ ઘટ્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10862.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41674.36 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7582.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18075 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52537.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10862.12 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41674.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18075 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.861.82 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7582.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71880ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72140 અને નીચામાં રૂ.71877ના મથાળે અથડાઈ, રૂ.71743ના આગલા બંધ સામે રૂ.357 વધી રૂ.72100ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.57810ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.7049ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.252 વધી રૂ.71580ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.84399ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.84866 અને નીચામાં રૂ.84321ના મથાળે અથડાઈ, રૂ.83977ના આગલા બંધ સામે રૂ.663 વધી રૂ.84640ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.537 વધી રૂ.84600ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.676 વધી રૂ.84605ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1573.47 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો 30 પૈસા ઘટી રૂ.797ના ભાવે બોલાયો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો 60 પૈસા ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.4.55 ઘટી રૂ.227.5ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો રૂ.1.2 ઘટી રૂ.184.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1701.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6322ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6323 અને નીચામાં રૂ.6223ના મથાળે અથડાઈ, રૂ.6288ના આગલા બંધ સામે રૂ.8 વધી રૂ.6296ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1 વધી રૂ.6297ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.1 ઘટી રૂ.174.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.4 ઘટી રૂ.174.9ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.967.5ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.967.5ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3366.80 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4215.53 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1053.34 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 174.37 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 44.49 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 301.27 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 898.73 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 803.12 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.47 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.47 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20741 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 31751 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5878 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 119980 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 32401 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37114 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 123786 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 9969 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 57825 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18057 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18093 પોઈન્ટના સ્તર અને નીચામાં 18027 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 92 પોઈન્ટ વધી 18075 પોઈન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11 વધી રૂ.222.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 ઘટી રૂ.9.65ના ભાવે બોલાયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.73000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.79 વધી રૂ.725.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.170.5 વધી રૂ.2740ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.9.41ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 18 પૈસા વધી રૂ.4.95ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.7.2 વધી રૂ.175.35ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 ઘટી રૂ.9.8ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.164.5 વધી રૂ.1128.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.167.5 વધી રૂ.2620ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 40 પૈસા ઘટી રૂ.118.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.15 વધી રૂ.14.5ના ભાવ થયા હતા.
સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.134.5 ઘટી રૂ.632ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.133.5 ઘટી રૂ.2720ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 76 પૈસા વધી રૂ.13.45ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા ઘટી રૂ.2.68ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.2.7 ઘટી રૂ.173.7ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.170ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 વધી રૂ.9.2ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.87.5 ઘટી રૂ.619ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.26 વધી રૂ.1035ના ભાવ થયા હતા.

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
Stay Connected
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...