top_advertise_img

સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલનો વાયદો રૂ.552 લપસ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.1,348નો કડાકોઃ સોનું રૂ.271 તૂટ્યું

By The Journalists
સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલનો વાયદો રૂ.552 લપસ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.1,348નો કડાકોઃ સોનું રૂ.271 તૂટ્યું

કોટન-ખાંડી વાયદામાં રૂ.1,160નો ઉછાળોઃ મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારોઃ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,23,686 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,40,004 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.19 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 119,31,217 સોદાઓમાં કુલ રૂ.10,63,710.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,23,686.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9,40,004.86 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,78,472 સોદાઓમાં રૂ.71,381.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,199 અને નીચામાં રૂ.70,913ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.271ના ભાવઘટાડા સાથે રૂ.71,917ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.142 ઘટી રૂ.58,049 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી રૂ.7,058ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.224 વધી રૂ.71,890ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.84,528ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.84,910 અને નીચામાં રૂ.80,697ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,348ના ભાવઘટાડા સાથે રૂ.83,524ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,043 ઘટી રૂ.85,034 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,029 ઘટી રૂ.85,047 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,08,091 સોદાઓમાં રૂ.14,787.18 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.807.75ના ભાવે ખૂલી, રૂ.15.30 ઘટી રૂ.792.20 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.20 ઘટી રૂ.220.10 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.85 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.25 ઘટી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.6.65 ઘટી રૂ.221.00 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.90 ઘટી રૂ.182.55 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.11.10 ઘટી રૂ.257.00 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,84,805 સોદાઓમાં રૂ.37,484.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,431 અને નીચામાં રૂ.5,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.552 ઘટી રૂ.5,810 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.550 ઘટી રૂ.5,817 બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.11.20 વધી રૂ.190.90 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 11.5 વધી 191.1 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.33.39 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,610 અને નીચામાં રૂ.58,000ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,160ના ઉછાળા સાથે રૂ.59,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.26.70 ઘટી રૂ.956.60 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.35,206.48 કરોડનાં 49,129.182 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.36,175.20 કરોડનાં 4,267.316 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.16,023.75 કરોડનાં 26,620,870 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.21,460.34 કરોડનાં 1,155,436,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,424.13 કરોડનાં 63,979 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.318.46 કરોડનાં 17,265 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,747.13 કરોડનાં 122,783 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,297.46 કરોડનાં 125,520 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.9.83 કરોડનાં 2,208 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.23.56 કરોડનાં 241.56 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,272.122 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,276.357 ટન, તાંબાના વાયદાઓમાં 31,900 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,893 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,719 ટન તથા જસત અને જસત-મિનીમાં 18,979 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 3,374,080 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 56,616,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,352 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 330.12 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.19.19 કરોડનાં 215 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 60 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18,081 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,081 અને નીચામાં 17,666 બોલાઈ, 415 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 140 પોઈન્ટ ઘટી 17,941 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,40,004.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.53,329.44 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,873.29 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.80,2204.87 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.67,287.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે ક્રૂડ તેલ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,678.45 કરોડ અને નેચરલ ગેસ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.677.02 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્તાહ' નું શરૂ કરશે

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

મુંબઈ
Sports
...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

More Local News To You

Make every story matter—get news that resonates with you through your ABC Account.

Trending In Business
Trending In Business

Stay Connected

top-ad-banner
For You
નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...

નેશનલ
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...

નેશનલ
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...