top_advertise_img

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.69ની વૃદ્ધિ, ચાંદી રૂ.392 નરમ

By The Journalists
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.69ની વૃદ્ધિ, ચાંદી રૂ.392 નરમ

કોટન-ખાંડી વાયદામાં રૂ.900નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.22 ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.8934.62 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57574.34 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5537.20 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 17864 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.66509.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8934.62 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57574.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17864 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1147.63 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5537.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71512ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71800 અને નીચામાં રૂ.71426ના મથાળે અથડાઈ, રૂ.71611ના આગલા બંધ સામે રૂ.69 વધી રૂ.71680ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.57920ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.7045ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.71300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.82345ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.82893 અને નીચામાં રૂ.82191ના સ્તરને સ્પર્શી, રૂ.83285ના આગલા બંધ સામે રૂ.392 ઘટી રૂ.82893ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.428 ઘટી રૂ.84885ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.444 ઘટી રૂ.84885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1509.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.6.3 ઘટી રૂ.799.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.2 ઘટી રૂ.264.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.75 ઘટી રૂ.222.6ના ભાવ થયા હતા. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.185.2ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1908.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6152ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6218 અને નીચામાં રૂ.6132ના મથાળે અથડાઈ, રૂ.6203ના આગલા બંધ સામે રૂ.22 ઘટી રૂ.6181ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.23 ઘટી રૂ.6184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.9 વધી રૂ.183.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.4.8 વધી રૂ.183.9ના ભાવ થયા હતા.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.982ના ભાવે ખૂલી, 90 પૈસા ઘટી રૂ.977.4ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.900 વધી રૂ.58900ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2463.28 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3073.92 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 942.59 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 149.39 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 33.42 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 384.17 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 763.93 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1144.97 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.15 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.56 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20642 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 28692 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5926 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 120061 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 31074 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 43730 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 151287 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13449 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 53626 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17821 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 17876 પોઈન્ટના સ્તર અને નીચામાં 17816 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 36 પોઈન્ટ ઘટી 17864 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.7.1 ઘટી રૂ.159.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 વધી રૂ.13.2ના ભાવ થયા હતા.

સોનું સપ્ટેમ્બર રૂ.73000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.9.5 ઘટી રૂ.520.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.106.5 ઘટી રૂ.1992ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.74 ઘટી રૂ.14.41ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.58 ઘટી રૂ.3.02ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.5 ઘટી રૂ.168.6ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 વધી રૂ.13.25ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.873ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.205 ઘટી રૂ.3512ના ભાવ થયા હતા.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.6 વધી રૂ.175.7ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 ઘટી રૂ.9.15ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.59.5 ઘટી રૂ.693ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.12 વધી રૂ.1449ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.26 વધી રૂ.14.48ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર રૂ.265ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.96 વધી રૂ.5.75ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.15 ઘટી રૂ.8.5ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 ઘટી રૂ.9.1ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.679ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.21.5 વધી રૂ.1415ના ભાવે બોલાયો હતો.

નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્તાહ' નું શરૂ કરશે

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

મુંબઈ
Sports
...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

More Local News To You

Make every story matter—get news that resonates with you through your ABC Account.

Trending In Business
Trending In Business

Stay Connected

top-ad-banner
For You
નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...

નેશનલ
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...

નેશનલ
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...