top_advertise_img

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.371 અને ચાંદીમાં રૂ.1,951નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.63ની તેજી

By The Journalists
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.371 અને ચાંદીમાં રૂ.1,951નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.63ની તેજી

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.54010.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14785.7 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.39223.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18491 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.603.47 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11270.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.72930ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.73620 અને નીચામાં રૂ.72785ના મથાળે અથડાઈ, રૂ.73055ના આગલા બંધ સામે રૂ.371ના ઉછાળા સાથે રૂ.73426ના સ્તરે પહોંચ્યો હતો. સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.158 વધી રૂ.59428ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.7207ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.331 ઊછળી રૂ.73360ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.88548ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90600 અને નીચામાં રૂ.88255ના મથાળે અથડાઈ, રૂ.88299ના આગલા બંધ સામે રૂ.1951ના ઉછાળા સાથે રૂ.90250ના ભાવે બોલાયો હતો. સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1858 ઊછળી રૂ.90101ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1865 ઊછળી રૂ.90103ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.2170.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.7.5 વધી રૂ.816.45ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.3.55 વધી રૂ.270.1ના ભાવ થયા હતા. સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.05 વધી રૂ.232.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 90 પૈસા વધી રૂ.184.85ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1337.69 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5927ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6012 અને નીચામાં રૂ.5923ના સ્તરને સ્પર્શી, રૂ.5913ના આગલા બંધ સામે રૂ.63 વધી રૂ.5976ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.62 વધી રૂ.5974ના સ્તરે પહોંચ્યો હતો. સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 30 પૈસા ઘટી રૂ.193ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 30 પૈસા ઘટી રૂ.193ના ભાવ થયા હતા.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.947.5ના ભાવે ખૂલી, રૂ.8.2 ઘટી રૂ.937.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.20 ઘટી રૂ.58260ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5732.92 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.5537.38 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1466.88 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.239.45 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.57.56 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.406.39 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.567.82 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.769.87 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.7.08 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.7.43 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21768 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 24784 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4954 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87293 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26761 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38477 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 133794 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 17612 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 45409 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18355 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18491 પોઈન્ટના સ્તર અને નીચામાં 18355 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 170 પોઈન્ટ વધી 18491 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.56.4 વધી રૂ.421.7ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.225ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.0.15ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.249.5 વધી રૂ.2502ના ભાવે બોલાયો હતો. સામે ચાંદી નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.765.5 વધી રૂ.10514.5ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7.32 વધી રૂ.17.95ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર રૂ.262.5ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.36 વધી રૂ.5.5ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.41.5 વધી રૂ.241.45ના ભાવ થયા હતા. સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા વધી રૂ.0.35ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.72500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.109 વધી રૂ.1025ના ભાવ થયા હતા. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.81000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1731.5 વધી રૂ.9890ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.57.1 ઘટી રૂ.904.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.195ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.6.6ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.60.5 ઘટી રૂ.47ના ભાવ થયા હતા. સામે ચાંદી નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.120 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. તાંબુ સપ્ટેમ્બર રૂ.780ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 79 પૈસા વધી રૂ.1.1ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 2 પૈસા વધી રૂ.0.03ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.4650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.8 વધી રૂ.9.1ના ભાવે બોલાયો હતો. સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા વધી રૂ.1.4ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.70500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.33.5ના ભાવ થયા હતા. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.81000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.319 ઘટી રૂ.641ના ભાવ થયા હતા.

નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્તાહ' નું શરૂ કરશે

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

મુંબઈ
Sports
...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

More Local News To You

Make every story matter—get news that resonates with you through your ABC Account.

Trending In Business
Trending In Business

Stay Connected

top-ad-banner
For You
નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...

નેશનલ
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...

નેશનલ
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...